![]() |
Add caption |
અમદાવાદઃ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગો-બક્ષીપંચનું આવક પ્રમાણપત્ર ત્રણ વર્ષ સુધી માન્ય રાખવાનો નિર્ણય મુખ્યમંત્રી આનંદીબેન પટેલે લીધો છે. રાજ્યમાં જાતિ પ્રમાણપત્રો આપવા માટે મામલદાર, તાલુકા વિકાસ અધિકારી અને વિકસતી જાતિના જિલ્લાના નાયબ નિયામકને સક્ષમ સત્તાધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ત્યારે હવેથી નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર આપાવની સત્તા તાલુકા વિકાસ અધિકારીને પણ આપવાનો નિર્ણય લેવાયો છે. પ્રમાણપત્રો કઢાવતી વખતે રજુ કરવાના થતા આધાર-પૂરાવા સ્વ પ્રમાણિત એટલે કે સેલ્ફ એટેસ્ટેશન કરી શકાશે.